હે જાન બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રેમ માં । Gujarati Quotes । love Suvichar images । Relationship 2019
તમારા પ્રિય પાત્ર ને જણાવો કે તમે તેની કેટલી કાળજી લો છો
તમે તમારા પ્રિય વ્યક્તિ ને બતાવી શકો છો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. આજે હું તમે થોડી ટિપ્સ આપીશ જે તમને ખુબજ ઉપયોગી થશે.
1. કિસ કરો:
સવારે ઉઠીને તમારા પ્રેમી ને ચુંબન આપો, કિસ કરો. તમે સવારે દિવસ શરુ થતા અને સાંજે સુવા જતા પેહલા ચુંબન આપી શકો છો. બીજું તમે તમારા સાથી થી દૂર હોવ અને બહું સમય પછી મળો તો તમારા પ્રેમી ને ગળે મળો.
તમે કદાચ શર્મિલા હોય શકો આ બાબતમાં પરંતુ કિસ કરવાથી અને આમ ગળે મળવાથી તે વસ્તુ હંમેશા તમારા વચ્ચે ની ભાવના ને ખુબજ મજબૂત બનાવશે અને તમારા પ્રેમ ની પણ.
2. સાથીના વખાણ કરો:
હંમેશા તમારા સાથીના વખાણ કરો, પછી ભલે તમારો તે દિવસ ખરાબ ગયો હોય. સાચા અને સારા વખાણ તમારા સાથી ને સારું અનુભવ કરાવશે અને તમારા સંબંધ વધારે પ્રેમ ભર્યો અને મજબૂત બનશે.
3. તેણી ની પ્રવૃત્તિ માં રસ દર્શાવો:
તે જે વસ્તુઓ અને પ્રવૃત્તિઓને પસંદ કરે છે તેમાં રસ દર્શાવો. જો તમને શોપિંગ, મેકઅપ અથવા ડ્રેસિંગ વગેરે પસંદ નથી તો પણ તેણીને જેમાં રસ છે તેમાં તમે થોડો રસ દાખવો તેના થી તેને તે ગમશે.
4. રેગ્યુલર નાની ગિફ્ટ આપો:
તમે બિરથડે માં કે કોઈ મોટા ઇવેન્ટ માં ગિફ્ટ આપો તે ખુબજ સારી વસ્તુ છે પરંતુ અવાર નવાર નાની ગિફ્ટ આપવાથી તમારા પાર્ટનર ને તે વસ્તુ ખુશ કરે છે અને તે દરેક વસ્તુ તેને તમારી યાદ અપાવતું રહે છે. આ એક ખુબજ ઉપયોગી ટિપ્સ છે સબંધ માં જે અવસ્ય ટ્રાઈ કરજો.
5. મહત્વની તારીખો યાદ રાખો:
તેમને તમારી ટૂ-ડૂ સૂચિમાં ઉમેરો, જર્નલ ખરીદો અને તમારા કૅલેન્ડર પરનાં દિવસોને પણ ચિહ્નિત કરો. આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે:
ખૂબ વિશિષ્ટ દિવસો યાદ રાખવી અને કંઈક એવું કરવું જે આવા ક્ષણોને અનફર્ગેટેબલ બનાવશે તમને ખબર નથી કે તમે આ નાની વસ્તુ કરવાથી તમારો પ્રેમ અને કાળજી ભુલાશે નહિ.
હું આશા રાખું છું મારી આપ પોસ્ટ તમને ખુબજ ઉપયોગી નીવડશે.
મિત્રો આ પોસ્ટ તમે કેવી લાગી મને કોમેન્ટ માં જરુર જણાવજો અને અમારા આ બ્લોગ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ પોસ્ટ ને સોશ્યિલ મીડિયા માં શેર પણ જરૂર કરજો.
ધન્યવાદ.
અમારી બીજી લોગપ્રિય પોસ્ટ્સ:
Post a Comment